અમેરિકા સાથે ટ્રેડ ડીલઃ ભારત પર 50 ટકાને બદલે 18 ટકા ટેરિફ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર
મોદી સાથે ફોન પર વાતચીત પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર, 2 ફેબ્રુઆરીની રાત્રે ભારત સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. આ ડીલ મુજબ અમેરિકા ભારતીય માલ પરની ટેરિફને 50 ટકાથી ઘટાડી 18 ટકા કરશે. વડાપ્રધાન મોદીએ પણ જાહેરાત કરી હતી કે મેડ-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર હવે અમેરિકામાં 18 ટકાની ટેરિફ લાગશે. બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતના બીજા દિવસે મંગળવારે સવારે ભારતીય શેરબજાર અને રૂપિયામાં અભૂતપૂર્વ તેજી આવી હતી.